Sunday, May 10, 2009

કાળજામાં લોક એ બસ રૈ શક્યા
ઘાવ શૂળીનાં જે લોકો સહી શક્યા.
જે ખરે ટાંણૅ, શબદ ખૂટી ગયાં
જડ શબદ, ચેતન ગઝલનાં થૈ શક્યા

चेतन १ १

રે ! જેને પમવા મથતો રહે છે આ જમાનો,
ખુશી જેને કહે છે એ તો છે ઝોકો હવાનો.

સફરમાં હમસફર એવો મળે કોઈ મજાનો.
જો થાકો તો મળે એના ખભે તમને વિસામો.

શબદને વિંધવાની આ કળા જો આવડે તો,
પરોવી હારમાં પામો ગઝલ કેરો ખજાનો.

ભરોસાનું કરો જો ખૂન, ઈશ્વર ક્યાથી મળશે.
ભલે પઢતા રહો છો ,રોજની પાંચે નમાઝો.

चेतन 1

તાંણ્યાં છે જે તીર પર લખજે ગઝલ
પંખી કેરી ચીખ પર લખજે ગઝલ.

ગમ ખુશીમાં જે સતત વ્હેતાં રહે.
આંસુની તકદીર પર લખજે ગઝલ.

જે ખરે ટાણે ના બોલી શકાયા.
શબ્દોની તાસીર પર લખજો ગઝલ.

સાંભળી તોયે ના તું પાળી શક્યો,
ઝાંપાની એ સીખ પર લખજે ગઝલ.

ફૂલને લાગ્યાં'તા ઘા જાણ્યાં હશે,
કંટકોની ટીશ પર લખજો ગઝલ.

સૌ સલામત છો, શુકર છે એમનો.
દેશના સૌ વીર પર લખજે ગઝલ.

પાંચ વર્ષે એ ફરી પ્રગટ્યા કરે.
નેતાની તાસીર પર લખજે ગઝલ

चेतन'स ग़ज़ल

શબ્દોનાં સથવારે ચાલ્યો.
આતમનાં અજવાળે ચાલ્યો.

ડગલે પગલે તારી યાદો,
યાદોનાં પથરાળે ચાલ્યો.

બાહર-ભીતર ક્યાં એ મળતો,
કો' ગેબી ભણકારે ચાલ્યો.

મીરા- નરસીં ગુંઝે જ્યાં જ્યાં
વીણાનાં રણકારે ચાલ્યો.

હિંમત બાધી; ચાહત કેરી
બે-ધારી તલવારે ચાલ્યો.

રસ્તા-મંઝિલ હું શું જાણું,
ચાલ્યો બસ અણસારે ચાલ્યો.

ચડતી-પડતી, તડકા- છાંયા,
જીવનની ઘટમાળે ચાલ્યો.

चेतन

રેત પર , બસ નામ કાં લખવું પડે
ને ફરી લહરો મહીં દટવું પડે.

ઓશ જેવી જિંદગી જીવી રહ્યો,
તાપ પડતાં જટ્ મને હટવું પડે.

ભીતરે હો દુઃખ્નાં દાવાનળ ભલે
તે છતાં અમને સદા હસવું પડે.

ડંખ દેવાનો મને ના શોખ છે.
છેડશો તો નાગ છું, ડસવું પડે.

સ્વાભિનમાની છું, હું કાંઈ જડ નથી
પ્રેમથી કોઈ કહે, નમવું પડે.

કોઈથી ડરતો નથી બૈરીનાં સમ.
આંખ એ કાઢે ; તો ભૈ ડરવું પડે.

માંડ જડથી આજ હું ચેતન થયો.
શ્રાપ આ કોનો તરત મરવું પડે.

चेतन ग़ज़ल

દિલ મહીં બસ ગમ રહે છે, શું કરું.
રોજ ને હરદમ રહે છે, શું કરું.

રોશની છે કેટલી એના ઘરે!
આ તરફ બસ તમ રહે છે શું કરું

ફોડીને બમ, એ બધા ભાગી ગયા.
હર ઘરે મતમ રહે છે, શું કરું.

મુંબઈ છો આમ ઊભી થૈ ગઈ.
ખોફનો આલમ રહે છે શું કરું.

એ દિલાસો આપીને ચાલ્યાં ગયાં
આંખડી તો નમ રહે છે શું કરું

શ્વેત કપદાં પ્હેરી શ્રદ્ધાની અંજલી
દાગ મય દામન રહે છે શું કરું

ઘાવ પણ નાસૂર થૈ જાતા અહીં
ક્યાં હવે મરહમ રહે છે, શું કરું

નામ મઝહબ્નું ભલે ચેતન તું લે!
ભીતરે દાનવ રહે છે, શું કરું.

चेतन की ग़ज़ल

કો'ક દી' મુજ પર જરા તો હો નઝર.
પ્રેમમાં યે કાં કરે તું કરકસર.

હું અરીસે, ગોતું મુજને-ત્યાં છે તું.
કાચ જેવા કાચ પર તારી અસર.

જે જગ્યાએ મુજને છોડી તું ગઈ,
ત્યાંજ બેસી શોધું છું તારા ખબર.

પ્રેમની મંઝીલ છો ને દૂર છે.
આદરી દીધી અમે તારી સફર.

આમ તો તું સાવ કાઢે ના મને,
થાશે રે થાશે કદી મારી કદર.

એ છતે ચેતન ભલે આવે નહીં
પામશે રે, ફૂલ તારી જડ કબર