Saturday, March 3, 2007

આ બ્લોગ નાં શ્રી ગણેશ વસંત વૈભવ થી

જય ગુર્જરી,
આ બ્લોગ નાં શ્રીગણેશ વસંત વૈભવ થી કરું છું.
આશા છે આ બ્લોગ ને પણ આપ સૌ વધાવી લેશો...

ચક્લામાં ચેતી ચાલો નવાઈલાલ!
હોળીનો પૈસો આલો નવાઈલાલ!

આજે છે રંગ રંગ હોળી,નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી,નવાઈલાલ!

ખાવાં છે સેવ ને ધાણી,નવાઈલાલ!
દાણ માગે છે દાણી,નવાઈલાલ!

આવ્યા નિશળિયા દોડી,નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી,નવાઈલાલ!

ઝાલી છે હાથ્માં ઝોળી,નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી,નવાઈલાલ!

જૂની તે પોતડી પ્હેરી,નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી,નવાઈલાલ!

ભારે હિમ્મત તમે કીધી,નવાઈલાલ!
ભાભીની કિમ્મત કીધી,નવાઈલાલ!

ઊંધી તે ટોપી પ્હેરી,નવાઈલાલ!
હસશે ગામની ગોપી,નવાઈલાલ!

ચશ્માની દાંડી વાંકી,નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી,નવાઈલાલ!
શ્રી વેણીભાઈ પુરોહિત..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

4 comments:

...* Chetu *... said...

congrats..!

સુરેશ જાની said...

અભિનંદન .. તમારા સાહિત્ય રસને ચાર ચાંદ લાગી ગયા.
એક સૂચન .. તમે જ્યારે આવા જાણીતા સાહિત્ય્કારોની રચના આપો ત્યારે તેમનો 'કવિ પરિચય્' પણ આપો તો વાચકને તરત તેમના જીવન વિશે માહીતિ હાથ્વગી થાય. અમારા 'સારસ્વત પરિચય' બ્લોગ માં અનુક્રમણિકામાંથી ત્રણ જ સ્ટેપમાં તમને યુ. આર. એલ મળી જશે. એની લીંક 'કવિ પરિચય' એમ લખીને આપી દો તો નેટની ઉપયોગિતા વધે.

Unknown said...

આપને આપના નવા બ્લોગ પ્રવેશ બદલ શુભેચ્છાઓ.
સુંદર કાવ્ય છે.
એ જમાનો યાદ આવી ગયો.
હું પણ મુંબઈની [આમચી મુમ્બઈ]ની છું.

નીલા

Chetan Framewala said...

વિવેક said...
Welcome Chetanbhai...

Best wishes...

March 4, 2007 9:57