Friday, March 30, 2007

વસંત ગઝલ ર.પા.

છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

બાધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કવી શ્રી. રમેશ પારેખ.
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

3 comments:

વિવેક said...

સુંદર કવિતા...

ચેતનભાઈ, જો શક્ય હોય તો બ્લોગસ્પૉટના બદલે આ નવો બ્લોગ વર્ડપ્રેસમાં ચાલુ કરો ને! અહીં જેટલી અગવડો છે, એટલી જ ત્યાં સગવડો છે.

nilam doshi said...

ખૂબ સુન્દર રચના.પર્વ ઉજ્વાતા થયા..ગુલમહોર મહોર્યા એટલે...

heman said...

hi chetan

nice to know that u have not only developed flavour of creating / writing such beautiful peoms but also taking active interest and making other also enjoy the peotic talent of urs,,,,keep it up