Saturday, March 17, 2007

વસંત વૈભવ -૩

વસંત વૈભવ -૩
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબ્હારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે.

વહે તો માત્ર ટહુંકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

કવી શ્રી. હિતેન આનંદપરા.

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

3 comments:

nilam doshi said...

હિતેન આનન્દપરા મારા પ્રિય કવિઓમા ના એક છે.
ખૂબ સુન્દર રચના.આભાર.

મળે ગુલમહોર એ અદાથી....જાણે સંત મળે.

નીલમ દોશી.
http://paramujas.wordpress.com

વિવેક said...

સુંદર ગઝલ...

અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે... આ વાત ગઝલને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. પરબીડિયું વાંચીને ર.પા. યાદ આવી ગયા:


બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને.

Unknown said...

very nice thoughts...

Congrates...

Dinesh Gajjar